ધ મેડિકલ ટુરિઝમ હબ – વેલકેર હોસ્પિટલ, વડોદરા

ધ મેડિકલ ટુરિઝમ હબ – વેલકેર હોસ્પિટલ, વડોદરા

દુનિયાના સમૃદ્ધ દેશો પૈકી ભારત એક એવો દેશ છે જેમાં મેડિકલ ટુરિઝમનો ગ્રોથ છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધ્યો છે અને હજી પણ વધુ વિકાસ પામી રહ્યો છે. જેના મુખ્ય પરિબળોમાં સરકારના મેડિકલ વિઝા અંગેના નીતિ- નિયમો, દેશમાં મેડિકલક્ષેત્રે ઉપલબ્ધ વિકાસની તકો અને ડોકટર્સ તથા તેમને સંલગ્ન વ્યાપાર- ધંધા કે રોજગારની સાથે વિદેશની સરખામણીએ ભારતમાં ઓછા ખર્ચે મળતી સારી ટ્રીટમેન્ટ અને આસાન ટ્રાન્સપોર્ટેશન મુખ્ય છે. આ બાબતે દુનિયાના ટોપ દેશોમાં ભારત અગ્રેસર છે.

આ હકીકતને ધ્યાનમાં લઈએ તો આજે ગુજરાતના વડોદરા શહેરે પણ મેડિકલ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે. જેમાં વડોદરાની ઓર્થોપેડિક ક્ષેત્રે જાણીતી વેલકેર હોસ્પિટલ અને તેના સ્થાપક ડૉ.ભરતભાઇ મોદીનું નામ વડોદરાની ઓળખ આંતરરાષ્ટ્રિયસ્તરે મેડિકલ ટુરિઝમ સિટી તરીકે બનાવવામાં ઘણું મહત્વનુ રહ્યું છે. ડૉ.મોદીએ ઓર્થોપેડિકક્ષેત્રે પોતાની કાબેલિયત અને વિશિષ્ટ ટ્રીટમેન્ટ પદ્ધતિથી પોતાના દમ પર આ સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાની હકીકત આજે મેડિકલક્ષેત્રે એક સીમાચિન્હરૂપ બાબત છે. એટલુ જ નહીં ડૉ. મોદી પોતાના આ વિશિષ્ટ યોગદાન બદલ આજે મેડિકલ જગતમાં એક રોલમોડેલ બની ચૂક્યા છે.

વેલકેર હોસ્પિટલ અંગે એક હકીકત એ છે કે કોઈપણ સંસ્થાના વખાણ દેશ- દુનિયાના લોકો કરે એજ એ વાતનો પુરાવો છે કે તેમાં કઈ’ક ખાસ વિશેષતા છે. હજ્જારો કિલોમીટર દૂરથી પોતાના જોખમ અને ખર્ચે અહી સુધી દર્દીઓ આવે આ બાબત સૂચવે છે કે ડો.મોદી અને વેલકેર હોસ્પિટલ પર તેમનો વિશ્વાસ કેટલો મજબૂત છે.સાચું કહીએ તો દુનિયાભરમાંથી આવતા દર્દીઓ માટે આજે ઘણા વિકલ્પો હોવા છતાં માત્ર વેલકેર હોસ્પિટલ જ તેમની સૌથી પહેલી પસંદ હોય તે વિચાર કરવા જેવી બાબત છે. આજ હકીકતને ઉદાહરણ આપી સમજીએ તો અસલ સોનાની પરખ યા ચકાસણી કસોટીના પત્થર પર જ થતી હોય છે તેમ આજે વેલકેર હોસ્પિટલે પણ દર્દીઓની ઉત્તમ સારવાર કરી એક કસોટીના સાચા પત્થર તરીકે પોતાને સાબિત કરી છે.

અહી એ બાબત ઉલ્લેખનીય છે કે વેલકેર હોસ્પીટલમાં વ્યવસ્થા ઉચ્ચ કોર્પોરેટ કક્ષાની છે પણ હુંફ એક ફેમિલી જેવી મળે છે. તેનું મુખ્ય કારણ ડૉ.મોદી અને તેમનો સમગ્ર પરિવાર હોસ્પિટલ માટે સમર્પિત છે. એટલે કે તેમના પત્ની ડો.હર્ષિદા મોદી પોતે એક તજજ્ઞ તરીકે હોસ્પિટલના મેનેજમેન્ટમાં સક્રિયરીતે કાર્યરત છે. જ્યારે તેમના બન્ને પુત્રો ડો.ક્ષિતજ મોદી અને ડો.આશય મોદી વર્લ્ડકલાસ લેવલનું એજયુકેશન મેળવી એક કુશળ અને તજજ્ઞ એવા પિતા ડો.ભરત મોદી સાથે હોસ્પિટલની ખ્યાતિમાં અભિવૃદ્ધિ થાય અને તેનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બનાવવા સતત પ્રયત્નશીલ છે.

ગુજરાતની મોસ્ટ એડ્વાન્સ્ડ ઓર્થોપેડિક સ્પેશ્યાલિટી હોસ્પિટલ તરીકે વડોદરાની વેલકેર હોસ્પિટલની પોતાની આગવી ઓળખ છે. બિલ્ડીંગનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે હોસ્પીટલમાં અપાતી ટ્રીટમેન્ટ, ફેસિલિટી કે અત્યાધુનિક સુવિધાઓ દરેક બાબતે પોતાના નામ અને કામથી પેશન્ટસને સેટિસ્ફાઇડ કરવામાં વેલકેર હોસ્પિટલ અવ્વલ છે. આજે અહી ઓર્થોપેડિકને લગતા તમામ દર્દોની સારવારમાં હિપ,ની અને સ્પાઇન સર્જરી, ફેક્ચર સર્જરી, આથ્રોસ્કોપી, જનરલ સર્જરી, ન્યૂરો સર્જરી, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી,ગસ્ટ્રોલોજી,ઈએનટી,અને ફિઝિયોથેરાપી જેવી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે.

અત્યાર સુધીમાં અહી દુનિયાભરમાંથી સ્પેશ્યલ ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ માટે આવનાર પેશન્ટસમાં યુકે, યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ગલ્ફકન્ટ્રીના કુવૈત, ઈરાન, ઈરાક, બેહરીન, દુબઈ, યુએઇ, તથા આફ્રિકન કન્ટ્રીના કેન્યા, યુગાન્ડા, નાઇઝીરિયા, તાન્ઝાનિયા, ઝામ્બિયા મુખ્યત્વે સામેલ છે. ફિજી દેશના માજી વડાપ્રધાન સીતીવેની રાંબુકા ડો.ભરત મોદીનું નામ સાંભળી તેમની પાસે બન્ને ઘુંટણની સર્જરી કરાવવા વેલકેર હોસ્પિટલમાં આવ્યા હતા. આજે તેઓ ફિજીના રાજકારણમાં ઓપોજીશનના નેતા તરીકે સક્રિય ભાગ ભજવી રહ્યા છે. આમ, વિદેશી પેશન્ટસ સાથે સમગ્ર ભારત દેશમાંથી આવેલા દર્દીઓ મળી વર્ષોની ઝળહળતી કારકિર્દી દરમ્યાન ડો. ભરત મોદી અત્યાર સુધીમાં કુલ ૪૦ હજારથી વધુ સર્જરી કરી ચૂક્યા છે.

એટલુ જ નહીં ડો.મોદી સાથે નેક્સ્ટ જનરેશન એટલે કે હવે પછીની પેઢીરૂપે તેમના પુત્ર ડો.ક્ષિતિજ મોદી પણ હોસ્પિટલમાં સામેલ થતાં અનુભવની સાથે હવે લેટેસ્ટ ટેક્નોલૉજીનો સમન્વય થયો છે. જે એક રીતે સોનામાં સુગંધ ભળી હોય તેમ હોસ્પીટલની વિશેષતામાં વધારો થયો છે અને તેની સાથે એક નવો જોમ-જુસ્સો ઉમેરાયો છે તેમ કહી શકાય. ડો. ક્ષિતિજ મોદી દેશના યંગેસ્ટ આથ્રોસ્કોપી સર્જન પૈકીના એક છે.

દુનિયાભરમાંથી હજ્જારો કિલોમીટર દૂરથી પોતાના જોખમ અને ખર્ચે આવતા દર્દીઓ માટે આજે ઘણા વિકલ્પો હોવા છતાં માત્ર વેલકેર હોસ્પિટલ જ તેમની સૌથી પહેલી પસંદ હોય છે તે વિચાર કરવા જેવી બાબત છે.

Scroll to Top